મારી ચૂંટેલી લઘુકથાઓ - 60

  • 3.2k
  • 834

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મંદી દીવાલ પર લટકેલી ઘડિયાળે અવાજ કરીને બાર વાગી ગયા હોવાની સૂચના આપી દીધી છે. કહેવાય છે કે અડધી રાત્રે માત્ર ઘુવડ જ જાગતું હોય છે. હા એકલા રામકિશન પ્રસાદ આજે અડધી રાત્રે અંધારામાં દીવાલ ઉપર આંખો ખોડીને પોતાની જાતને ઘુવડ જ હોવાનો અનુભવ કરી રહ્યા હતા. બે કલાક પહેલા જ્યારે તેઓ સુવા માટે પથારી તરફ જઈ રહ્યા હતા ત્યારે ફોનની ઘંટડી વાગી ગઈ હતી. બીજી તરફ અમેરિકાથી એમનો પુત્ર આશુતોષ હતો. ફોન પર એનો રડમસ અવાજ એમને ચિંતિત કરી ગયો હતો. “ડેડી, હું પરમદિવસે ભારત પરત ફરી રહ્યો છું.” “પરત ફરી