સેનમી - ભાગ ૨

  • 3k
  • 1.2k

સેનમી-ભાગ ૨ આજે રવિવાર છે.સવારથી જ સોનલ સલવાર અને લેગીન્સમાં તૈયાર થઈને ઘરના આંગણામાં આંટા મારી રહી છે. એના મનમાં એકસાથે હજારો વિચાર ચાલી રહ્યા છે. લીંપણના આંગણામાં પગથી નાની નાની કાંકરીઓ ઉખાડી રહી છે. છોકરો કેવો હશે? શું કરતો હશે? એને શું પસંદ હશે? મને ગમશે કે નહિ? અને ખાસ વાત તો એ કે હું એને ગમીશ કે નહિ? આ બધા વિચારો એની ચાલવાની સ્પીડમાં વધ-ઘટ કરી રહ્યા છે. “બેટા સોનલ, ચાલો ઘરમાં આવીને બેસી જાઓ,મહેમાન આવતા જ હશે.” શંકરે હાકલ કરતા કહ્યું. સોનલને હમણાં ઘરની અંદર આવવું તો નહોતું પણ બાપુને ના કહી શકે એમ નહોતી. કંકુ