એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 3

(11)
  • 1.7k
  • 1
  • 709

૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ સફેદીની હજુ હિંમત નથી થઈ કે મારા માથાના વાળમાં ક્યાંય પણ દેખાય, પણ આજે મારા જીવનનો સૌ પ્રથમ સફેદ વાળ દાઢીમાં જોવા મળ્યો. હા, સવારે અરીસા સામે દરરોજ આશરે દસેક મિનિટ હું કાઢતો હોઉં છું, ત્યારની જ આ વાત છે. એ સફેદ વાળને જોઈને આગળ હું વિચારું, કે 'હવે મને કોઇ મોહ નથી રહ્યો યુવાન દેખાતા રહેવામાં', એ પહેલાં મારી નજર વાળથી વિસ્તરીને મારા ખાસ હેન્ડસમ નહીં પણ તોય તરવરાટ ભર્યા લાગતા ચહેરા પર, મારા મધ્યમ બાંધાના સ્ફૂર્તિલા શરીર પર અને ખાસ કરીને પેટ, કે જે સફેદ વાળની જેમ જ હજુ ક્યારેય બહાર આવવાની ગુસ્તાખી નથી કરી