અંત પ્રતીતિ - 6

(16)
  • 3.6k
  • 1
  • 1.8k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૬) અટપટા વહેણ જિંદગીમાં સુખ દુઃખના વહેણને પાર કરવાનું નામ છે જિંદગી, ખુશી અને ગમને પચાવીને હસતાં રહેવાનું નામ છે જિંદગી. જલદર્શનમાં તો જાણે ધમાલ મચી ગઈ હતી. “મમ્મી, મારાં આ કપડાં લેજો... આપણે અહીં ફરવા જઈશું, આમ કરીશું...” એવી રીતે બાળકોની ધમાલ ચાલુ થઈ ગઈ હતી. બધી તૈયારીઓ થઈ રહી હતી. માનસીના ફિયાન્સ રસેશને પણ આવવાનું કહ્યું હતું અને સ્મિતા અને તેનો પરિવાર પણ સાથે આવવાના હતાં. સમીર, વર્ષા અને તેના બાળકો તો પરિવારનું અવિભાજ્ય અંગ...તેઓ તો હાજરા હજૂર... મનસુખરાયે એક લક્ઝરી બસ જ કરી હતી જેથી બધા એકસાથે યાત્રાનો આનંદ ઉઠાવે. રસ્તામાં ધમાલ મસ્તી,