મારી ચૂંટેલી લઘુકથાઓ - 59

  • 3.3k
  • 1
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા બટેટાના ભાવ આ એ સમયની વાત છે જ્યારે ભારતના નવનિર્વાચિત વડાપ્રધાન અમેરિકાના મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાની લોકપ્રિયતાનો ઝંડો ખોડીને પરત આવ્યા હતા. એ સમયે પાકિસ્તાને પોતાનો ગુસ્સો શાંત કરવા માટે સરહદ પર તૈનાત ભારતીય જવાનો અને સરહદની નજીક આવેલા ગામડાના નિર્દોષ નાગરિકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આજ સમયે ક્રૂડનો ભાવ નીચે જઈ રહ્યો હતો અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાના રૂબલનો કસ નીકળી ગયો હતો. એ એક સંયોગ માત્ર હતો કે દેશના એક નામચીન સમાચાર ચેનલનો જાણીતા સંવાદદાતાને સત્તાપક્ષની સાથે વિપક્ષના બે નેતા પણ સામે જ મળી ગયા હતા.