ઇનપુટ

(29)
  • 3.3k
  • 3
  • 1.1k

વાર્તા-ઇનપુટ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 સુરત- વાપી વચ્ચે ફોર લેન હાઇવે ચેક પોસ્ટ ઉપર આજે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હતી.ઈનપુટ મળ્યા હતા કે રાઈફલો,કારતુસ ,આર.ડી.એક્ષ,બોમ્બ,ગ્રેનાઇડ વિ.નો મોટો જથ્થો મુંબઈથી અમદાવાદ તરફ રવાના થઇ ગયોછે.ઇન્સ્પેક્ટર વિશ્વજીત સવારે વહેલા ચાર વાગ્યાથી થી ચાર્જમાં હતા.અત્યારે સાંજે પાંચ વાગ્યા હતા.વાહનો ચેક કરીકરીને થાક્યા હતા પણ કોઈ શંકાસ્પદ વાહન પકડાયું નહોતું.થોડી થોડી વારે ઉપરથી ફોન આવતા હતાકે પાકી બાતમી છે સહેજ પણ ગાફેલ રહેશો નહીં. ઇન્સ્પેક્ટર વિશ્વજીત છ ફૂટ ઊંચો,પડછંદ અને કસાયેલું શરીર સોષ્ઠવ અને ફિલ્મી હીરો જેવી પર્સનાલિટી ધરાવનાર ઈમાનદાર ઓફિસર હતો.મહત્વની કામગીરી વખતે તેમને જ ચાર્જ આપવામાં આવતો.દાણચોરો અને ત્રાસવાદીઓ પણ તેમના