નિમેષભાઈ ને દીપાબેન તો ગભરાઈ જ ગયાં...દશ્ય એવું બિહામણું છે કે પહેલી નજરે બંનેએ સાથે આત્મહત્યા કરી હોય એવું જ લાગે....તાદશ દ્રશ્ય.... એવું કોઈ દોરડું કે બીજી કોઈ વસ્તુ નહોતી પણ જાણે દવા પીને બંને એ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હોય એવું જ દશ્ય !! દીપાબેનને તો જાણે ફાળ પડી ગઈ... માંડ માંડ અન્વયના એ બેડ સુધી પહોંચી શક્યાં... ત્યાં અન્વય બેડ પર પડેલો છે... તેનાં પગ નીચે લટકી રહ્યાં છે... બાજુમાં જ લીપી બેભાન થઈને પડેલી છે... તેનામાં જીવ છે કે નહીં એ પણ ક્યાં ખબર છે ?? અંજનાબેન ઝડપથી બહાર જઈને એમનાં ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ઝડપથી આવવાં