સફેદ રૂમાલ

(32)
  • 2.3k
  • 780

** સફેદ રૂમાલ **અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં ભરચક મેદની વચ્ચેથી પસાર થતા અલ્તાફને પોતાની અટકથી સંબોધનાર કોઈ મહિલાના કર્ણમધુર આવજમાં બોલાયેલા શબ્દો “મિ. લાલીવાલા ....!!!” સાંભળી તેણે આજુબાજુ નજર કરી પરંતુ બોલાવનાર કોઈ મહિલા જણાઈ નહિ. પોતાને ભ્રમ થયો હશે તેમ માની તે આગળ વધવા જતો હતો ત્યાંજ તેની સમક્ષ સોનાના હીરા જડીત આભૂષણો પહેરેલી એક જાજવલ્યમાન માનુનીનો ચહેરો ઉજાગર થયો. એક પળમાં અલ્તાફે તે માનુનીને ઓળખી લીધી અને બોલ્યો “ જયા વસાવડા તો નહી..??..!!!!” જયાએ સંમતિ સૂચક મૃદુ હાસ્ય વેરી અલ્તાફનો હાથ પકડી લીધો. બંને જણા લગભગ ૩૫ વર્ષ પછી મળતા હતા. કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી ચાલી ગયેલી યુવતી