ન્યૂ ઇન્ડિયા:- મિશન 2075(( આ વાર્તામાં આવતા તમામ પાત્રો કાલ્પનિક છે. જે કોઈ પણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ તમામ મારી કલ્પના માત્ર છે. આ વાર્તાનો હેતુ માત્ર ને માત્ર આનંદ છે. ????? ))(( વર્ષ:- 2075 ))21 વર્ષની સિયા પટેલ ન્યુજર્સીથી એનાં દાદીનાં અસ્થી ગંગામાં પધરાવવા માટે India આવે છે. સિયા એની દાદીની લાડકી હતી, એટલે એના દાદીની ઈચ્છા હતી કે એમના અસ્થી સિયાનાં હાથે જ ગંગામાં પધરાવવામાં આવે. એ બહાને સિયા પોતાના વતન ભારત જાય. એણે જુએ. સિયાને ભારત આવવુ નહોતું ગમતું. એના મામા મામી પણ સિયાને મળવા માટે ન્યુજર્સી આવતા,પણ એ ક્યારેય ઇન્ડિયા જતી નહી. એના મતે