દિલ પ્રેમનો દરિયો છે - 2

(36)
  • 4.6k
  • 3
  • 3k

બપોરના ત્રણ વાગ્યે ગાડી મુંબઈ સ્ટેશન પાસે આવી ઊભી રહી. એક જ ધક્કા સાથે પરી નીચે ઉતરી. આટલા કલાકની સફર પછી પણ ચહેરા પર થાક ન હતો. તે ડરતી જરૂર હતી પણ પોતાના મન સાથે તે મકકમ હતી. આસપાસના લોકોની દુનિયા કરતા તેની દુનિયા અલગ લાગતી હતી. સ્ટેશન પર દોડતા કુલીઓ, કેટલા દિવસના ભુખ્યા ભીખારીઓ, તો થાકેલા ને મનથી હારેલા માનવીની વચ્ચે તે એક જ આજે ખુશ હોય તેવું લાગતું હતું, આઝાદ જિંદગીની સફર પર નિકળેલી પરીના દિલમાં સપનાનું જુનુન હતું તેને પુરુ કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ તે આ બધું ઈગનોર કરતી આગળ વધતી હતી. આજ સુધી તેને પ્રેમની