સુખનો પાસવર્ડ - 19

(25)
  • 3.7k
  • 4
  • 1.4k

દિલ્હીની યુવતી માત્ર અખબારોનાં વાંચન થકી યુપીએસસીની પરીક્ષામાં પહેલા પ્રયાસમાં સફળતા મેળવીને બાવીસ વર્ષની ઉંમરે આઈએએસ બની! ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે મૌલિક રીતે વિચારવું જોઈએ સુખનો પાસવર્ડ આશુ પટેલ દિલ્હીના એક મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલી દેવશ્વેતા બનિકે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો એ વખતથી તે પોતાના સહાધ્યાયીઓ કરતાં કંઈક જુદું વિચારતી હતી. તેને બીબાંઢાળ જિંદગી જીવવી નહોતી. કૉલેજમાં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતી વખતે જ દેવશ્વેતાએ નક્કી કર્યું કે પોતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે. યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ આઈએફએસ, આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસ યા બીજી સર્વિસિસના અધિકારી બની શકે છે, પણ યુપીએસસીની પરીક્ષામાં પાસ થવું એ લોઢાના ચણા