પ્રિત એક પડછાયાની - ૧૯

(60)
  • 4.4k
  • 4
  • 2k

અન્વયે અરીસામાં એ કાળો ઓળો જોયો લીપીની જગ્યાએ ને એ ગભરાયો...લીપી તો અનાયાસે જ બેડ પર મુકાઈ ગઈ...એ કેટલો ખુશ થઈને આવ્યો હતો લીપીને ખુશખબરી આપવા...આજે એનું સપનું પુરુ થયું છે જેનાં માટે આટલાં સમયથી મહેનત કરી રહ્યોં છે પણ લીપી સાથે એ શેર પણ ના કરી શક્યો જે એનું અડધું અંગ છે. અન્વય વિચારવા લાગ્યો, આ મારી સાથે શું થઈ રહ્યું છે ?? જેનાં માટે હું મહેનત કરું છું અને એ મળે છે એટલે એની ખુશી હું માણી શકતો નથી....એ હજું વિચારોમાં જ છે ત્યાં લીપીએ એનો હાથ પકડ્યો ને બોલી, અનુ...તે કેમ મને છોડી દીધી ?? મને કંઈ