હમણાજ એક કંપનીએ નવા કર્મચારીઓની ભરતી કરી. બધા કર્મચારીઓ નવાજ હતા અને ખાસ કંઇ અનુભવ પણ ન હતો. એવામા એક દિવસ નવા નવા નિમાયેલા માર્કેટીંગ વિભાગના એક કર્મચારીએ પોતાના સેલ્સમેનો, દુકાન માલીકોને માર્કેટમા ચાલતા વર્તમાન પ્રવાહ અને ગ્રાહકોની પસંદ–નાપસંદ જાણવા અરજી કરતો પત્ર લખ્યો. વળતા જવાબમા મોટા ભાગના સેલ્સમેનો કે દુકાનદારોએ કંપની પર ટીકા ટીપ્પણીઓનો મારો ચલાવી ખુબ નારાજગી વ્યક્ત કરી. આવુ શા માટે થયુ હશે ? તેઓ વધુમા લખતા કે અમે તમારા ખાસ ગ્રાહકો છીએ તેમ છતા તમને લોકોને અમારા નામ પણ વ્યવસ્થીત રીતે લખતા આવળતુ નથી તો અમારી સાથે વેપાર કેવી રીતે ચલાવશો. અમે લોકો શહેરના