પ્રિત એક પડછાયાની - ૧૮

(65)
  • 4.4k
  • 5
  • 1.9k

આજે તો પંદર દિવસ થઈ ગયાં છે...લીપી એકદમ નોર્મલ છે...એટલે બધાં ચિંતામુક્ત બની ગયાં છે. અન્વય પણ પોતાના લગ્નજીવનમાં બહું ખુશ છે. બધાં એ ઘટનાને એક ખરાબ સપનું સમજીને ભુલી ગયાં છે. એક દિવસ બપોરનાં સમયે અન્વય ઘરે આવ્યો એવો જ બુમો પાડવા લાગ્યો, લીપી ક્યાં ગઈ ?? આજે તો બહુ ખુશ છું... ઘર ખુલ્લું છે પણ લીપી બહાર આવી નહીં...અન્વયને થયું રસોડામાં હશે એટલે ત્યાં ગયો પણ ત્યાં તો માસી કંઈ ફરસાણ બનાવી રહ્યાં છે. અન્વયને જોઈને માસી હસવા લાગ્યાં...ને બોલ્યાં, અનુભાઈ આજે બહુ ખુશ છો ને કાંઈ ?? લો એની ખુશીમાં તમારી મનગમતી મસાલાપુરી બનાવી છે ખાઈને જાઓ.