પ્રિત એક પડછાયાની - ૧૭

(66)
  • 5.1k
  • 8
  • 2.2k

અન્વયને પોતાનો બિઝનેસ હોવાથી કોઈ જોબ કરવાં કે એમ જવાનું ન હોવાથી વહેલાં ઉઠવાની બહું આદત નહોતી..સાડા સાત થઈ ગયાં છે. તેણે ઘડિયાળમાં જોયું પણ પાછો સુઈ ગયો... અચાનક ફરી થોડીવારમાં એને લીપી યાદ આવીને એ સફાળો બેઠો થયો. આજુબાજુ જોયું તો લીપી ન દેખાઈ. તેને જાણે થોડી ગભરાહટ થઈ અને ઝાટકા સાથે ઉભો થયો અને બહાર ગયો...એ તો બહાર હોલમાં આવતાં જ અવાક થઈને ઉભો રહી ગયો. લીપી નાહી ધોઈને તૈયાર થઈ ગયેલી છે. અને વળી એમાં પણ સિલ્કની ડાર્ક બ્લુ સાડીને મસ્ત ગોલ્ડન ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યા છે. વળી એને મેચિંગ નાજુક ગોલ્ડન સેટ, બુટ્ટી , હાથમાં પાટલા બધું