અંત પ્રતીતિ - 4

(14)
  • 4k
  • 1
  • 2.4k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૪) સુંદર જીવનનો શુભારંભ “હું અને તું મટીને બન્યા આપણે, દંપત્તિ બન્યા એકમેકના હુંફના તાપણે...” ધ્વનિના મુખ પર દાંપત્યજીવનની અનેરી ચમકની આભા ઝળકી રહી હતી. મનસુખરાય અને મનોજની ઈચ્છાથી ધ્વનિએ પણ ઓફિસમાં જવાનું શરૂ કરી દીધું હતું. મનોજ પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરતો હતો. મોટા ભાઈ અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી તો દિલથી આશીર્વાદ આપતા હતાં અને ભગવાનનો ઉપકાર માનતા હતાં. ધ્વનિ પોતાના સ્વભાવને લીધે ઘરમાં તેમજ ઓફિસમાં બધાની ખૂબ જ લાડકવાયી બની ગઈ હતી. ધ્વનિ અને મનોજ એકબીજાને દરેક કામમાં સાથ સહકાર આપતાં હતાં. મિત્રો સાથે પાર્ટી, પિકનિકની મજા પણ માણતા હતાં. આધુનિક જીવન જીવવાની સાથે