પલ પલ દિલ કે પાસ - માર્ક ઝુબેર - 31

  • 4.2k
  • 1
  • 1.2k

માર્ક ઝુબેર હિન્દી સિનેમા જગતમાં આજે હોટસીન માટે ઇમરાન હાશ્મીની જે રીતે એક આગવી ઓળખ છે તેવી જ રીતે એશીના દસકમાં હિરોઈન સાથે ઇન્ટીમેટ એડલ્ટ દ્રશ્યો આપવા માટે માર્ક ઝુબેર પ્રખ્યાત (કે કુખ્યાત)હતો તેમ કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ નથી. માર્ક ઝુબેરની પ્રથમ ફિલ્મ જ એડલ્ટ ફિલ્મ હતી.૧૯૮૨ માં રીલીઝ થયેલી તે ફિલ્મ એટલે “યે નઝદીકીયાં”. પ્રથમ ફિલ્મથી જ સમગ્ર બોલીવુડે ન્યુ કમર માર્ક ઝુબેરની નોંધ લીધી હતી કારણકે કાળા વાંકડિયા વાળમાં તેણે એક લટ સફેદ રાખી હતી. તે અગાઉ કોઈ હીરોનો લૂક તેવો જોવા મળ્યો નહોતો. તે ફિલ્મમાં શબાના આઝમીએ માર્ક ઝુબેરની પત્નીનો રોલ નિભાવ્યો હતો..વળી ફિલ્મની વાર્તા જ એવી