મારી ચૂંટેલી લઘુકથાઓ - 53

  • 2.3k
  • 951

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હોસ્પિટલના ભૂત આ એક થાકી ગયેલી સવાર હતી. જાન્યુઆરીના આળસુ સુરજનો પ્રકાશ શહેરની ખ્યાતનામ પ્રાઈવેટ હોસ્પિટલની ઉપર ફેલાવા લાગ્યો હતો. રાત્રે દર્દીઓના અડધા જાગેલા સગાંઓ હવે ચા ના ઘૂંટડા પીતા પીતા ડોક્ટરોના આવવાની રાહ જોઈ રહ્યા હતા. શાંતિલાલ છેલ્લા દસ દિવસોથી આ હોસ્પિટલના એક ખાનગી વોર્ડમાં દાખલ થયા છે. હાર્ટ એટેક પછી તરત જ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં તેમની હાલત નિરંતર બગડતી જાય છે. કાલ સાંજથી તેમને ફરીથી આઈસીયુમાં લઇ જવામાં આવ્યા છે. શાંતિલાલની પત્ની અને તેમનો દીકરો રાકેશ લાઉન્જમાં ચિંતિત બેઠા બેઠા ડોક્ટરના બહાર આવવાના અને તેમના દ્વારા