ખાનદાની

(32)
  • 3.2k
  • 1
  • 702

** ખાનદાની ** શહેરમાં હાહાકાર થઇ ગયો હતો. ગામના ઉતાર જેવો વંઠેલો માધવ શહેરના ધનાઢ્ય વેપારી કરોડીમલના દિકરા શિવલાલનું ખૂન કરી લોહીથી ભરેલા છરા સાથે પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. આખું શહેર માધવ ઉપર ફિટકાર વરસાવતું હતું. માધવને પોલીસે કસ્ટડીમાં લીધો. માધવને શિવલાલ સાથે કોઈ વેર ન હતું કે કોઈ અણબનાવ પણ ન હતો માટે ખૂન કરવાનો ઉદ્દેશ્ય જાણવા પોલીસે માધવને કોર્ટમાં રજુ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમ્યાન પણ પોલીસ માધવ પાસેથી ખૂન કરવાનું સાચું કારણ કઢાવી શકી ન હતી. માધવ પોલીસને તપાસમાં પૂરે પૂરો સહકાર આપતો હતો પરંતુ ખૂન શા માટે કર્યું તે પ્રશ્નનો ઉત્તર આપવાને