માહી

(24)
  • 4.1k
  • 2
  • 1.2k

શમણાંઓનો મારા પર અધિકાર હતો કે હું શમણાંઓ પર અધિકાર જતાવવા માગતી હતી તેનો ખ્યાલ ખુદ મને પણ નહોતો આવતો કે નહોતી ખબર કંઈ પડતી. આજ ફરી દિલ વિતાવેલી જિંદગીની યાદોના પાના વાંચવા લાગ્યુંતું.દિલ તો એટલું ખુશ હતું કે જાણે કોઇ પુરાતત્વીયવિદને પુરાણા અવશેષો મળી આવે ને ખુશ થાય તેટલું;જાણે કંઇ કેટલાય પ્રયોગો બાદ વૈજ્ઞાનિકને સફળતા મળે અને જે ખુશી અનુભવે તેવી ખુશી આજ મારું દિલ કરી રહ્યું હતું. મારી જિંદગીમાં કોને સમાવુ ને કોને હટાવું ? કોણ ખુશી આપશે ને કોણ ગમ ? કોણ સાથ આપશે ને કોણ