ઓપરેશન દિલ્હી - ૧૦

(42)
  • 4.3k
  • 3
  • 1.8k

કેફે માંથી નીકળી મહંમદ તથા એજાજ કાસીમને મળવા તેના ગોદામ પર જવા નીકળ્યા.ગોદામ પર જવાનો રસ્તો કાચો તેમ જ જંગલમાંથી પસાર થતો હોવાથી તેઓને પહોંચતા થોડો સમય લાગ્યો. ત્યાં પહોંચ્યા પછી મહમદે કાસીમનો એજાજ સાથે પરિચય કરાવ્યો. કાસીમ દેખાવમાં થોડો નીચો,તેના મોઢા ઉપર ડાબી આંખની ઉપર જૂના ઘાવ નું નિશાન હતું,ગોળ ચહેરો, ભૂરી આંખો અને વર્ણ થોડો કાળો હતો. તેનો ગોદામ જંગલની વચ્ચે વિશાળ જગ્યામાં બનાવ્યુ હતું. તેમાં પ્રવેશતાની સાથે જ પહેલા ઘણા બધા વૃક્ષો હતા જેના કારણે કોઈને પણ અંદાજ ન આવે કે આની પાછળ પણ કોઈ બાંધકામ કરેલું હશે.તે એક વેરહાઉસ જેવું હતું જેમાં વસ્તુઓનો સંગ્રહ માટે એક