પલ પલ દિલ કે પાસ - મનોજ કુમાર - 30

(14)
  • 4.9k
  • 1
  • 1.5k

મનોજ કુમાર “મૈને કુછ અચ્છે કર્મ કિયે હોંગે કી મૈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમેં આ પાયા ઔર સફલ ભી હો પાયા આજ ભી મૈ ખુદ કો નિવૃત્ત નહિ માનતા. અભી તો મુઝે સિતાર શીખને કા બાકી હૈ”. ઘોસ્ટ રાયટર થી અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને સ્ક્રીનપ્લે રાયટર બનવાની મનોજકુમારની સંઘર્ષ યાત્રા રોચક છે. મનોજ કુમારનો જન્મ તા.૨૪/૭/૧૯૩૭ ના રોજ અબોટાબાદ (હાલ પાકિસ્તાન)માં થયો હતો.પિતા હરિવંશ ગોસ્વામી અને માતા ક્રિશ્ના ગોસ્વામીના નામ પર થી તેનું નામ હરિકૃષ્ણગીરી ગોસ્વામી રાખવામાં આવ્યું હતું.દેશના વિભાજન વખતે દસ વર્ષના હરી કૃષ્ણએ માતા પિતા સાથે દિલ્હીના શરણાર્થી કેમ્પમાં આશરો લીધો હતો. હરિનું સ્કૂલનું ભણતર દિલ્હીમાં જ થયું હતું. તે