મારી ચૂંટેલી લઘુકથાઓ - 52

  • 3k
  • 978

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વિકલ્પ કાલે રાત્રે ગામડાથી મારા મિત્રના આવેલા ફોને મને ગૂંચવાડામાં નાખી દીધો છે. આખી વાત તમને કહેતા અગાઉ મારે મારી પારિવારિક પૃષ્ઠભૂમિ વિષે થોડું-ઘણું જણાવી દેવું પડશે નહીં તો હું મારી વાત તમને પૂરી રીતે સમજાવી શકીશ નહીં. મારા પરિવારમાં અત્યારે ચાર પેઢીઓ છે. મારા દાદી (દાદાજી જીવિત નથી), પિતાજી-માતાજી, હું-મારી પત્ની અને મારો ચોવીસ વર્ષનો લગ્ન કરી ચૂકેલો પુત્ર. હું મારા માતાપિતા તેમજ પુત્ર અને પુત્રવધૂ સાથે શહેરના ત્રણ માળના મકાનમાં રહું છું. મારા હજાર પ્રયાસો કરવા છતાં પણ મારી નેવું વર્ષના દાદી ક્યારેય શહેર આવીને અમારા આ મકાનમાં રહેવા માટે