અંગત ડાયરી - બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મેં

  • 6.8k
  • 2k

અંગત ડાયરી ============શીર્ષક : બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મેં લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલએક લગ્ન પ્રસંગે બપોરે જમ્યા બાદ મારી ભાણી બોલી ‘મામા, સોડા પીવી છે..’ હું હજુ એને કંઈ જવાબ આપું એ પહેલા ભાણો બોલ્યો ‘મારે માઝા..’ જોત જોતામાં પાંચ છ ટેણીયા મને ઘેરી વળ્યા.. અને ‘મામાજી કી જય’ કરતો સંઘ વાડી બહાર જવા લાગ્યો. પાનવાળાની દુકાને પહોંચ્યા. સોડાથી શરૂ કરી બાળકોએ પેપ્સી, કુરકુરે, ફાઈવસ્ટાર સુધી ખજાનો લૂંટ્યો. બીલ થયું માત્ર ચાલીસ રૂપિયા. બાળકોના ચહેરા પર જે હરખ હતો એ લાખોનો હતો.એક સાંજે મારા શ્રીમતીજી સ્કૂલેથી ઘરે આવ્યા. આજ એમનો બર્થડે હતો. ચા બનાવવા રસોડામાં