અંગારપથ. - ૩૯

(286)
  • 10.1k
  • 16
  • 5.5k

અંગારપથ. પ્રકરણ-૩૯. પ્રવીણ પીઠડીયા. અભિમન્યુ સતર્કતાથી આગળ વધતો ગયો. રિસોર્ટનાં કમરાઓની આલીશાન લોબીમાં અત્યારે કોઇ નહોતું. કમરાઓ એવી રીતે બનાવાયા હતા કે તેની બાલ્કની સ્વિમિંગ પૂલ તરફ ખૂલે જ્યારે કમરાઓનું પ્રવેશદ્વાર પાછળની દિશામાં આવે. અભિમન્યુ અત્યારે આ તરફ લોબીમાં આવ્યો હતો. લોબીની બરાબર સામે ઝિણા લીલા ઘાસ આચ્છાદિત ખૂલ્લું મેદાન હતું. મેદાનમાં તરેહ તરેહનાં સુંદરતમ વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા અને તેની બરાબર સંભાળ લેવાતી હોય એવું પહેલી નજરમાં જ માલુમ પડતું હતું. લાગતું હતું કે લોનમાં હમણાં જ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હશે કારણ કે ઘાસનાં મથાળાં ઉપર છવાયેલી પાણીની ગોળ બૂંદો સૂર્ય પ્રકાશમાં નાના-નાના મોતીની જેમ ચમકતી