મારી ચૂંટેલી લઘુકથાઓ - 51

  • 2.1k
  • 802

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા શાશ્વત એક પુરુષ હતો. એક સ્ત્રી હતી. બંને આધેડ હતા. બંનેનો એક દીકરો હતો. બંનેના દીકરાને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. બંનેનો દીકરો આજે અમેરિકા જઈ રહ્યો હતો. બંનેના દીકરા માટે આજે બહુ મોટો દિવસ હતો. બંને માટે આજે બહુ નાનો દિવસ હતો. બંને આજે ખૂબ ખુશ હતા. બંને આજે ખૂબ ઉદાસ હતા. વાચકો! આ લઘુકથા ખૂબ જૂની છે. વાચકો! આ લઘુકથા બિલકુલ નવી છે. ***