બ્લેક સ્પાઈડરમેન જેવા ડ્રેસમાં કોઈ દિવાર જોડે ઉભુ હતુ. જે કોઈ પણ હતુ એ બિન્દાસ્ત બની દિવારને ખૂનથી ચિતરી રહ્યું હતું... અભયે મોં પર આંગળી મૂકી એક પળ બધાને સાયલંટ રહેવાનું સૂચન કર્યુ. પોતાના મોબાઈલમાં એની બે-ત્રણ તસવીર લઈ લીધી.. કેમકે.. અભયની સમજમાં આવી ગયુ કે એ ખૂની જ છે. લીલાધરની ઈહલીલા સમાપ્ત કરીને રકતથી દિવાર પર કઠપૂતલી લખી રહ્યો છે.. અભય હવે એને વળતા હૂમલાનો કે ભાગવાનો મોકો આપવા માગતો નહોતો. એટલે એણે ત્વરિત નિર્ણય લીધો.. તમામને દરવાજો ઘેરી લેવાનો ઈશારો કરી એ ગન સાથે દરવાજામાં એંટર થયો. "તારો ખેલ ખતમ.. તુ જે પણ હોય હથિયાર ફેંક અને શરણે થઈ જા..,