વેલેન્ટાઈન્સ ડે...

(19)
  • 2k
  • 1
  • 574

વેલેન્ટાઈન ડે...... ( નવલિકા )................. દિનેશ પરમાર " નજર" કોલેજના પ્રથમ દિવસે આશ્રમ રોડ પર આવેલ કોલેજના કેમ્પસમાં, નવયુવાન છોકરીઓ અને છોકરાઓ ના ઉભરાતા ઝૂંડથી બગીચા ની જેમ સમગ્રવાતાવરણ રંગીન બની ગયું હતું. આ સાલ નવા આવેલા તેઓ એકબીજા ને મળી,, તો વળી ગઈ સાલ જે છોકરા છોકરીઓ આ કોલેજમાં ભણતા હતા તેઓ ફરી વાર પોતાના જૂના મિત્રોને મળી , હાય -હેલો કેમ છો?, વેકેશન કેવું ગયું?, કયા પર્યટન સ્થળે ફરવા ગયા હતા? વિગેરે પ્રકાર ની વાતચીત કરતા કોલાહલથી કોલેજનું કેમ્પસ , જે વેકેશનના કારણે આટલા દિવસથી શાંત ઉદાસ સુસુપ્ત અવસ્થામા સુતુ હતું તે , પડખું ફરીને જાણે જાગ્રત થઈ