?આરતીસોની? પ્રકરણ : 22 ગામડાંના માહોલમાં દિક્ષા પોતાને અસ્વસ્થ મહેસૂસ કરી રહી હતી. એની ફરિયાદોથી વિરાજની મુંજવણો વધી ગઈ હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ રાધા કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાની ઝાલર વાગે એ પહેલાં વિરાજ મંદિરમાં અચૂક પહોંચી જ જતો હતો. દિક્ષા પણ એની સાથે નીકળી પડતી. વિરાજને મંદિરનો ઘંટ વગાડતો જોવાની દિક્ષાને બહુ મજા પડતી હતી અને પાછા વળતાં મંદિરની બહાર ફુલ વાળા પાસેથી મોગરાનો ગજરો અચૂક લેતી અને વિરાજના હાથે માથામાં લગાડાવી રાજીપો મહેસૂસ કરતી. દિકરા અને વહુનો આ રાજીપો જોઈને અમ્માની ખુશીઓ ઓચ્છવમાં ફેરવાઈ ગઈ હતી. ખુશીઓનો આ સમન્વય એમના માટે ઓચ્છવ સમાન જ હતો. આજુબાજુ આડોશી