કમર અને જિન્સ

(58)
  • 3.9k
  • 7
  • 1.2k

શિયાળો આવ્યો નથી કે કેટલાક માણસોને જપ ના થાય. વજન ઉતારવાનું, ચોખ્ખા શબ્દોમાં કહું તો શરીર ઉતારવાનું ભૂત એમના મનમાં ધુણવા માંડે..!જોકે મક્કમ મનોબળવાળા, જિદ્દીલા માણસો બે પાંચ કિલો વજન ઘટાડવામાં સફળ થઈ શકે...એમની વાત મારે નથી કરવી. જે લોકોની આ વજન ઘટાડવાની ઉપાધિમાં વજન વધી જાય એમની વાત મારે કહેવી છે, એ લોકો મને સમદુઃખિયા લાગે છે ?હાસ્તો વળી વજન ઘટાડવાનું ભૂત કોઈક દિવસે મારા ઉપર પણ બરાબર ધુણેલું...પાક્કું યાદ કરીને કહું તો કોલેજ સમયના મારા ફેવરીટ જિન્સ જે દિવસે મને દગો આપી ગયેલા, મારી કમર કરતા નાના થઈ ગયેલા એ દિવસે મને લાગી આવેલું, મન દુઃખી દુઃખી થઈ