રૂપજીવિની માતા

(16)
  • 3.2k
  • 831

દર વર્ષે તમારી મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે તમે આ રેડલાઈટ એરિયામાં આવો છો,નેહા. છેલ્લા દસ વર્ષથી તમારો અહીં આવવાનો સીલસીલો યથાવત્ છે. બીઝી લાઈફમાં સમય કાઢવો મુશ્કેલ હોય છે.છતાં પણ તમે અહીં દર વર્ષે અચુક આવો છો. વર્તમાનની ભાગંમભાગ અને ભવિષ્યની દોટમાં અટવાયેલો માણસ કયારેક અતીતની અટારીએ જઈ ચડે છે તેમ તમે જ્યારે અહીં આવો છો ત્યારે તમારો ભૂતકાળ સજીવન થઈ જાય છે. હા, નેહા ત્યારે તમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતાં. તમારા દારૂડિયા પિતાનું તે વખતે અવસાન થયેલું. તમારા કુટુંબની જવાબદારી તમારી મમ્મીના શિરે આવી પડેલી. તમે, તમારા ભાઈ અને દાદા-દાદીને પાળવા પોષવાની જવાબદારી.તમને ભણાવવાની,તમને સારી જિંદગી આપવાની.