સાહસ - 10

(29)
  • 3.1k
  • 2
  • 1.3k

સેજલ અને ધવલ સાથેનો સંપર્ક તૂટી ગયા પછી અંદરના ચારેય મિત્રોએ કોન્ફરન્સ-કોલથી સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું હતું અને કલાસની બહાર આવ્યા હતાં. ટૉર્ચનો પ્રકાશ દૂર ક્યાંક તેમને દેખાયો. કૌશલ અને કૃશાલ ડાબી બાજુથી- જીઓલોજીની લેબ બાજુથી મુખ્ય ઓફિસ તરફ ચાલ્યા અને રાકેશ તથા સચિન જમણી બાજુ- કેમેસ્ટ્રી લેબ તરફ ચાલ્યા. અંદર આવનાર માણસ પરબ તરફ ગયો. કૌશલ અને કૃશાલ ઝડપથી ચાલ્યા. ફોન પર સચિન અને રાકેશને સૂચના આપી કે એ માણસ આ તરફ વળ્યો છે. અંધકાર પૂરતો હતો. જરા દોડીને કૌશલ અને કૃશાલ કોલેજની ઓફિસ પાસે પહોંચી ગયા અને ધીમા પડ્યા. તેઓ ગભરાઈ રહ્યા હતા. ખબર નહોતી