પલ પલ દિલ કે પાસ - માધુરી દિક્ષિત - 29

(16)
  • 5.3k
  • 2
  • 1.7k

માધુરી દિક્ષિત મધુબાલા જેવા જ મનમોહક સ્મિતની માલિક માધુરી દિક્ષિતની બોલીવુડમાં કોઈ ધમાકેદાર એન્ટ્રી નહોતી થઇ. ૧૯૮૪ માં બારમાં ધોરણના વેકેશનમાં માધુરીએ “અબોધ” ફિલ્મના શુટિંગમાં પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો. ફિલ્મ સદંતર ફ્લોપ નીવડી હતી. કથ્થક નૃત્યમાં સતત ત્રણ વાર ટ્રોફી જીતનાર માધુરીની ત્યાર બાદ પણ સાત ફ્લોપ ફિલ્મો આવી હતી જેવી કે “આવારા બાપ” “સ્વાતી” ,“હિફાઝત”, “માનવહત્યા”, “મોહરે”, “ઉત્તર દક્ષિણ “અને “ખતરો કે ખિલાડી”. મુંબઈની પાર્લે કોલેજમાં માઈક્રો બાયોલોજી માં એડમીશન લીધા બાદ પણ માધુરી શેખર સુમનના બાઈક પાછળ બેસીને સ્ટુડિયોના ચક્કર કાપતી રહેતી. માધુરી દિક્ષિતનો જન્મ મુંબઈમાં ૧૫/૫/૧૯૬૭ ના રોજ થયો હતો. પિતા શંકર દિક્ષિત અને માતા સ્નેહલતાને