આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! - 2

(17)
  • 4.8k
  • 1.4k

ઓપેટ ફેસ્ટિવલ : ઇજિપ્શિયન કૃષ્ણની રથયાત્રા! (ભાગ-૨) (ગતાંકથી ચાલુ) ‘બૌલક’ નામે હસ્તલિખિત પ્રતમાં ઇજિપ્તમાં ઉજવાતાં ‘ઓપેટ ફેસ્ટિવલ’નો ઉલ્લેખ છે. જે કર્નાકમાં ઉજવાય છે. આમુન, તેની પત્ની મટ અને પુત્ર ખોંસુને પવિત્ર હોડીમાં બેસાડીને ભક્તો એમની કબર તરફ લઈ જવામાં આવે છે, જે લક્ષોર અને કર્નાકનાં મંદિરોથી લગભગ ૨ માઇલનાં અંતરે આવેલી છે! ભક્તોનું ટોળું લક્ષોર મંદિર પહોંચતાની સાથે જ અમુક ખાસ પ્રકારની વિધિ-વિધાનનું અનુસરણ કરે છે. (લક્ષોર મંદિરની દિવાલો પર આ તહેવારનું બહુ જ સુંદર ચિત્રાત્મક વર્ણન જોવા મળે છે.) આમુન, મટ અને ખોંસુની મૂર્તિઓને સ્થાનિક વિધિ અનુસાર સ્નાનાદિ કરાવી સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવીને તૈયાર કરવામાં આવે છે. જેની પૂર્ણાહુતિ પર