એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 1

  • 2.9k
  • 1
  • 1.6k

કવિતાની દુનિયામાં પોતાનું નામ ચમકાવવા માંગતો એક આધેડવયનો કાચો શાયર પોતાની નજરો સામે એક મહિલાની હત્યા થતાં જુએ છે, અને એ પછી બનતી ઘટનાઓ એનો ભૂતકાળ એની સામે લાવીને મૂકી દે છે. એ ભૂતકાળ કે જેને એનું જાગૃત મન ક્યારનુંય ભૂલાવી ચૂક્યું હોય છે. એકલવાયું જીવન, છૂટી ગયેલાં સંબંધોનું દર્દ, મૃત વ્યક્તિની આત્મા સાથેનો આત્મિય સંબંધ આ બધું એના જીવનની વાસ્તવિકતા છે કે માત્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ? ઘણી વાર આજે અનુભવાઈ રહેલ ઘટના કે લાગણીના બીજ વર્ષો પહેલાં સહન કરી હોય એવી કોઇ વાસ્તવિકતામાં હોય છે.