અંત પ્રતીતિ - 2

(19)
  • 5.3k
  • 3.1k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૨) ખુશીનું આગમન ઈશ્વર કૃપાથી ઘરમાં, મનમાં, જીવનમાં... ખુશીનું આગમન થઈ રહ્યું હતું, તકદીર નવનીતરાયના પરિવારમાં સારા સમાચાર આપવા આવી રહી હતી. નવનીતરાયે પત્નીને પાસે બેસાડીને આખા દિવસની બધી વાત કહી અને સાથે કહ્યું, “સવિતા, મનસુખરાયે જ્યારે બીજા પાત્રની વાત કરી ત્યારે મને બહુ જ ચિંતા થઈ કે ધ્વનિના જીવનમાં કોઈ પાત્ર તો નથી ને? અને સવિતા, મનસુખરાયને આપણે રાત્રે જવાબ આપવાનો છે... તો ધ્વનિને આપણે આજે આ વાત પૂછવી પડશે.” સવિતાબહેનના ચહેરા પર ખુશી અને ચિંતાની બંને રેખાઓ આવી ગઈ. આટલા સારા ઘરમાંથી માંગું આવવાની ખુશી અને જુવાન દીકરીને આવું પૂછીએ તો કેવું લાગે? એનો