ઠોઠ નિશાળીઓ

(16)
  • 6.9k
  • 1.4k

વાર્તા-ઠોઠ નિશાળીઓ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 આજે સતત દસમા દિવસે પણ દશરથલાલ માસ્તરે સ્કૂલમાં ચતુર ને અંગુઠા પકડાવ્યા અને પીઠ ઉપર ફૂટપટ્ટી મુકી.ફૂટપટ્ટી જો પડી જાયતો બરડામાં દસ ફૂટપટ્ટી ફટકારવાની સજા.નવ દિવસની નેવું ફૂટપટ્ટી તો તેના બરડામાં ફટકારવામાં આવી જ હતી.ચતુર લેશન નહીં જ લાવું એવી જીદે ચડ્યો હતો અને દશરથલાલ માસ્તર લેશન નહીં લાવે ત્યાં સુધી રોજ અંગુઠા પકડાવીશ એવી જીદે ચડ્યા હતા.દસમા ધોરણમાં ભણતો ચતુર ગરીબ ખેત મજૂર માબાપ નો એકનો એક દીકરો હતો અને ઠોઠ નિશાળીયો હતો એકથી નવ ધોરણ સુધી ધક્કા મારી મારીને ઉપલા વર્ગમાં લાવવામાં આવ્યો હતો પણ હવે ગાડી આગળ જાય એવું લાગતું નહોતું.ચતુરને