મારી ચૂંટેલી લઘુકથાઓ - 49

  • 2.4k
  • 785

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ખુશનુમા મૌસમ આ હાડકાં ગાળી નાખે એવી સવાર હતી. આ પહાડી શહેરમાં આખી રાત બરફ વરસ્યો હતો. જો કે બરફવર્ષા તો બંધ થઇ ગઈ હતી પરંતુ હવે તેજ હવાથી આમતેમ ડોલી રહેલા ઝાડ જમીનને ચૂમવા માટે આતુર હતા. સમમ.. સમમ.. એક તોફાન બહાર ચાલી રહ્યું હતું અને એક મૌન તોફાન હોટલના રૂમમાં સ્થિર થઇ ગયું હતું. નયના પૂરી રાત્રી જડવત આ ખુરશીમાં બેઠી રહી હતી. પરોક્ષ પૂરી રાત્રી સોફા પર બેઠો બેઠો સિગરેટ ફૂંકી રહ્યો હતો. “જ્યારે તમને ખબર જ હતી કે તમે ‘ગે’ છો તો તમે લગ્ન જ કેમ કર્યા?” નયના