મારી ચૂંટેલી લઘુકથાઓ - 48

  • 2k
  • 828

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ધર્મ આ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ની ત્રાસદાયક સવાર હતી. લોકો ત્રણ ત્રણ દિવસથી પોતાના ઘરની અગાસીઓ પર લટકીને બેસી રહ્યા હતા. લોકોની આંખ ખાલી ખાલી આકાશ પર ટકેલી હતી. લોકોની નજર ઘર અને રસ્તાઓ પર વહી રહેલા પાણી પર સ્થિર થઇ ગઈ હતી. ધરતીનું સ્વર્ગ આ સદીના સહુથી મોટા પૂરના કબજા હેઠળ આવી ચૂક્યું હતું. આકાશમાંથી કેટલાક દેવતાઓ થોડા સમય પહેલા જ હેલીકોપ્ટરથી ખાવાના પેકેટ અને પાણીની બોટલો નાખીને ગયા હતા. જમીનના દેવતાઓ થોડા સમય પહેલા જ છત પર લટકીને બેસી રહેલા લોકોને હોડીઓ દ્વારા સુરક્ષિત કિનારાઓ પર લઇ ગયા હતા. સોઝુદ્દીન એ