મયંકના હાથમાં નાની ચબરખી હતી.તેને લેટર ગણવો કે પ્રેમની આમંત્રણ પત્રિકા ? તે વિચારોજ મયંકને મૂંઝવણમાં મૂકી દેતા હતા.શું આજે ગેસ્ટ હાઉસમાં જવું કે ના જવું ? શું તેનું નામ અહી લખ્યું તે સાચું હશે ? તે પરણિત હશે કે ખાલી એમનેમજ સેંથી પૂરી હશે ? પણ, પોતાની જાત સાથે સેંથી પૂરવાની મજાક તો કોઈ નાજ કરી શકે ? શું મારાથી છ સાત વર્ષ મોટી લાગતી શાલુ સાથે મારે સંબંધ બાંધવો જોઇએ કે નહીં ? તેનો પતિ તેને નહીં ચાહતો હોય ? તેના હાથમાં હતી તે બેબી તેની હશે કે તેની બાજુમાં બેઠેલ તેની બહેનની હશે