હૈયાની ઠકરાત

(34)
  • 1.2k
  • 527

** હૈયાની ઠકરાત **“સોફટી કોસ્મેટિક્સ” ના મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીનો એકાવન ટકા હિસ્સો ધરાવતા અભિનવ જૈન હાથ પરની તમામ ફાઈલોનો ઝડપી નિકાલ કરી રહ્યા હતા. આજની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ ધાર્યા કરતાં લાંબી ચાલી હતી એટલે આજનું નિયત કામ પૂરું કરવામાં વિલંબ થશે તેવું તેમનું અનુમાન હતું તેમ છતાં આજનું તમામ કામ પૂરું કરવા તે કટિબધ્ધ હતા. તેમની સેક્રેટરી સોના હાથમાં નોટબુક લઈ ડિક્ટેશન લેવા અભિનવની સામેની ખુરશીમાં ઉભડક બેઠી હતી. અભિનવ ફાઇલ વાંચી સોનાને પત્રો ડિક્ટેકટ કરાવી રહ્યા હતા.આવતીકાલે ગુરુ પુર્ણિમા હોવાથી અભિનવને તેમના ગુરુની ચરણવંદના કરવા તેમના આશ્રમમાં જવાનું હતું માટે તે કંપનીનું કામ ત્વરાથી નિપટાવી રહ્યા હતા.