સાહસ - 9

(25)
  • 2.4k
  • 1
  • 1.2k

દરવાજે આવી ઊભેલી એ કાળી આકૃતિ સામે કૌશલ અને કૃશાલ તાકી રહ્યા હતા ... એમના જીવ તાળવે ચોંટી ગયા હતા.... જીવન-મરણનો પ્રશ્ન આવી ગયો હતો અને...... એ ભૂતે બૂમ પાડી- “કુણ સે લ્યા?” “હેં?” કૌશલ અને કૃશાલથી એકસાથે બોલાઈ ગયું. એ કાળી આકૃતિએ સ્વીચબૉર્ડ તરફ હાથ લંબાવ્યો. ઘડીક આડેધડ સ્વીચો દબાવ્યા પછી લાઇટની સ્વીચ ઓન થઈ. ટ્યુબલાઈટ ચાલુ થઈ. પ્રકાશ પથારયો... ઘડીક આંખો અંજાઈ ગઈ. આંખો પટપટાવીને આ બંનેએ એ ભૂતને – એટલે કે એ માણસને ઓળખ્યો અને તેમનાથી બોલાઈ ગયું- “સચિન???” સચિને પણ આ બંનેને ઓળખ્યાં અને હસ્યો. દરવાજાની બહાર ડોકિયું કરીને