પલ પલ દિલ કે પાસ - કિશોર કુમાર - 27

  • 5.1k
  • 1.8k

કિશોર કુમાર વિદેશમાં કિશોરકુમારનો લતા મંગેશકર સાથેનો શો શરુ થવાની તૈયારી હતી. હમેશાં ઉછળતાં કૂદતાં કિશોરકુમારે તે દિવસે એકદમ ગંભીરતાથી ધીમી ચાલે સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. પહેલું જ ગીત છેડ્યું હતું “જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઈ સમઝા નહિ કોઈ જાના નહિ”. થોડા દિવસ પહેલાંજ પત્ની લીનાના છત્રીસ વર્ષના ભાઈએ કરેલી આત્મહત્યાનો ઘા હજૂ તાજો જ હતો. ઋજુ હ્રદયવાળો આ કલાકાર ગીત પૂરું કરી શક્યો નહોતો. તેના ગળે ડૂમો બાઝી ગયો હતો. આંખો વરસવા લાગી હતી. ઓડીયન્સમાં સોપો પડી ગયો હતો. આખરે સાજીન્દાઓએ બાકીનું ગીત સંગીતમાં જ પૂરું કરવું પડ્યું હતું. લતાજી કહે છે કિશોરદાને આટલા ગંભીર