આખરી મુલાકાત

(18)
  • 2.4k
  • 1
  • 803

શું તને ખબર છે ? મારા માટે નવો બનેલો શબ્દ એટલે કયો ? "તું " આ શબ્દો એના દ્વારા બોલાયેલા હતાં અને એ પણ મારા માટે. એટલે જ આ શબ્દને હું ખુબ જ સારી રીતે સમજી શકતો કે એના માટે હું કેટલો ખાસ છું. દસ મહિના જેટલો સમય અમે બંને સાથે વિતાવી ચુક્યા હતા. જે દરમિયાન એના અને મારા વચ્ચે ચાલેલા સંવાદમાં મીઠી વાતોની સાથે તીખી તકરાર પણ થયેલી, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે કોઈ સંબંધમાં જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડો પણ થવાનો જ, કારણ કે અમુક બાબતો એવી હોય છે કે જેમાં બંને વ્યક્તિના વિચારો ક્યારેય એકસરખા થવાના