સુખનો પાસવર્ડ - 13

(40)
  • 4.3k
  • 4
  • 1.7k

પંખ હૈ કોમલ; આંખ હૈ ધુંધલી, જાના હૈ સાગર પાર... જન્મથી જ જેની આંખોમાં રોશની નહોતી એવી છોકરી મોટી થઈને દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ ઑફિસર બની! બેનો ઝેફાઈન કહે છે કે ‘હું કોઈને રોલ મોડેલ માનતી નથી. હું માત્ર મારા પર જ વિશ્વાસ રાખું છું!’ સુખનો પાસવર્ડ આશુ પટેલ 30 વર્ષ અગાઉ ચેન્નાઈના રેલવે કર્મચારી લ્યુક એન્થની ચાર્લ્સની પત્ની મેરી પદ્મજાએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મ સાથે તે દંપતીએ આઘાત અનુભવવો પડ્યો. ના, દીકરી જન્મી એના કારણે તેમને આઘાત નહોતો લાગ્યો. તેઓ પુત્રીને પુત્ર કરતા ઊતરતી કક્ષાની ગણનારા હલકટ માતાપિતાઓ જેવા નહોતા, પણ ડૉક્ટરે તેમને કહ્યું હતું કે તમારી