મારી ચૂંટેલી લઘુકથાઓ - 46

  • 2.2k
  • 849

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઠક-ઠક... ઠક-ઠક જેઠ મહિનાનો સૂરજ સવારથી જ તપી રહ્યો છે. હજી તો દસ જ વાગ્યા છે કે લૂ વહી રહી છે. ભુવનેશ્વર દત્ત ગુસ્સામાં છે, “એટલો સમય પણ નથી મળતો કે કારનું એરકન્ડીશન પણ સરખું કરાવી શકાય. ભાગદોડ-દોડભાગ... ભાગદોડ... પ્રકાશનના વ્યવસાયનો આ પણ એક હિસ્સો છે કે આટલી બધી ભાગદોડ પછી પણ આટલો અમથો ખર્ચો કરી શકતો નથી.” લાલ બત્તી પર કાર ઉભી રહી ગઈ છે. ભુવનેશ્વર દત્તનો ગુસ્સો હજી વધી રહ્યો છે. આ લાલ બત્તી...હે ભગવાન... આટલી લાંબી... ત્રણ મિનીટની... એમની બેચેની વધી ગઈ. “સાહેબ! બોલ પેન... દસ રૂપિયામાં ચાર... લઇ