એ એક પળ

(14)
  • 1.7k
  • 2
  • 474

* એ એક પળ...!!!??? *આકાશ તેના જીગરી મિત્ર તપનને ફોન કરીને એક ક્લાકમાં પોતાના ઘેર પહોચવાનું કહી ઓફિસેથી ઘરે જવા રવાના થયો. તપન આકાશના ઘર પાસે હતો. તેનું કામ અડધા કલાકમાં પૂરું થતાં તેણે પોતાના ઘરે જવાના બદલે આકાશના ઘર તરફ પ્રયાણ કર્યું. આકાશનું સ્મિતા સાથે લગ્ન થયાને એક વર્ષ પૂરું થવા આવ્યું હતું. હમણાં થોડાક સમયથી પતિ પત્ની વચ્ચે નાના વિવાદો થતા હતા. ગઈ કાલે પણ બંને વચ્ચે ચક મક થઈ હતી. સ્મિતા રીસાઈ પડખું ફરી સુઈ ગઈ હતી. પૂરી આખી રાત અને સવારમાં પણ બન્ને વચ્ચે અબોલા રહ્યા. આકાશ જમ્યા વિના ઓફિસે ચાલ્યો ગયો. સ્મિતાએ પણ એક જણ