આરતીબેનનાં મોટા દિકરા મિલનની 27 મી વર્ષગાંઠ હતી. વ્હાલાજીની કૃપાથી નવું ઘર લેવાઈ ગ્યું ને મિલનની વર્ષગાંઠ ના દિવસે મંદિરમાં મનોરથ કરી ઘરનું વાસ્તુ ધામધૂમથી કર્યું ને નવાં ઘરમાં રહેવા આવી ગયાં.આરતીબેન અને મગનભાઈ બહુજ ખુશ હતાં પણ બધાં માતા-પિતાની જેમ એનાં હૃદયમાં પણ ઘરમાં એક વહુ આવી જાય એ ઉત્સુક્તા હતી. આરતીબેને તો ભગવાનની માનતાઓ રાખી લીધી કે મિલન આપણે જે છોકરી જોઈ આવ્યાં તેનાં માટે 'હા' કહે.... સંસ્કારી કુટુંબની ભણેલી, સુંદર, સુશીલ, સપ્રમાણ બાંધો ધરાવતી પંક્તિ ઘરમાં બધાંને જ ગમી ગઈ હતી.પંક્તિ એકદમ એનાં નામ જેવી જ હારબંધ, સ્નેહ વહાવતી ધારા કહી શકાય. પંક્તિ નાજુક ગોરી,સપ્રમાણ બાંધો ,