લવ રિવેન્જ - ૪

(86)
  • 9.1k
  • 1
  • 5.5k

લવ રીવેન્જ પ્રકરણ-4 “તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”. સામે વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S G Highway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર ગઈ હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવારમાં ચાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો. “અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....” લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો. “મારો ફોન...!?” રાકેશે લાવણ્યા સામે જોઇને