અર્ધ અસત્ય. - 70 - છેલ્લો ભાગ

(558)
  • 10.1k
  • 10
  • 5.9k

અર્ધ અસત્ય. પ્રકરણ-૭૦ પ્રવીણ પીઠડીયા ઘોડારમાં અજબ ટેબ્લો પડયો હતો. બાપુએ પૃથ્વીસિંહજી પાસે જવાની વાત કરીને અભય અને અનંતને સ્તબ્ધતામાં ધકેલી દીધા હતા. તેઓ ખરેખર વિચિત્ર, ધૂની અને પાગલ માણસ હતાં. ગંભીર રીતે ઘાયલ થયાં હોવા છતાં તેઓ અભય અને અનંત સાથે કોઇ અજબ ખેલ ખેલી રહ્યાં હોય એમ તેમને આશ્વર્ય ઉપર આશ્વર્યનાં ઝટકાઓ આપી રહ્યાં હતા. બાપુની વાત સાંભળીને એકાએક જ તે બન્ને તેમની તરફ ધસી ગયાં હતા પરંતુ તેઓ જાણતાં નહોતાં કે એ બાપુની ચાલ હતી. તે કોઇ ભૂલ કરે એ રાહમાં જ બાપુ હતા. અને… કોઇ કંઇ વિચારે એ પહેલાં આંખનાં પલકારે એક ઘટના ઘટી ગઇ હતી.